ઘોઘંબા: રાજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેરા તુજકો અર્પણ કાર્યકમ અંતર્ગત 10 મોબાઈલ તેના મૂળ માલિકોને સોંપ્યાં
આજરોજ સાંજે પાંચ કલાકે પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે અરજદારોના ખોવાયેલ મોબાઇલ શોધી કાઢવા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ રાજગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે.જાડેજાએ ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢવા સરવેલન્સ સ્ટાફને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે આધારે ગુમ થયેલ મોબાઈલની અરજીઓ CEIR પોર્ટલમાં અપલોડ કરી ટેકનિકલ માહિતી મેળવી કુલ 10 મોબાઈલ કુલ કી.રૂ 201,000/- ના શોધી કાઢી તેના અરજદારોને સોંપ્યા.