ખંભાત: કાળી તલાવડી નવી કોલોનીના રહીશો ગટરની સમસ્યાથી ત્રાહિમામ, સરપંચ સામે ઉગ્ર રોષ.
Khambhat, Anand | Jul 13, 2026 કાળી તલાવડી ગામની નવી કોલોની વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યાને કારણે સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સતત ઉભરાતી ગટરના કારણે ફેલાતી ગંદકી અને રોગચાળાની દહેશતથી આ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.છેલ્લા 7 મહિનાથી સરપંચને અવિરત રજુઆતો કરવામાં આવી રહી છે.પરંતુ કોઈ પણ રીતે ધ્યાન આપવામાં આવતું નથી.બે દિવસમાં સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં લાવવામાં આવે, તો મહિલાઓએ ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.