ખંભાત: ખંભાત-ધર્મજ રોડ પર જોખમી રીતે બાઈક સ્ટંટ કરનાર યુવક ઝડપાયો
ખંભાત-ધર્મજ રોડ પર બાઈક પર બેદરકારીપૂર્વક અને જોખમી રીતે સ્ટંટ કરી રહેલા એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો. આ વીડિયોના પગલે ખંભાત ગ્રામ્ય પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ સ્ટંટબાજ યુવકને ઝડપી પાડ્યો છે.પોલીસની તપાસ દરમિયાન વાયરલ વીડિયોમાં દેખાતો બાઈકચાલક ખંભાતના વાડોલા ગામનો રહેવાસી વિપુલભાઈ મનુભાઈ ચૌહાણ હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે BNS કલમ 281 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.