કરજણ: સાંદરણા ગામે કૂવાની ઓરડીમાં આવી ચડેલા આશરે 9 ફુટ લાંબા અજગરને રેસ્ક્યું કરવામાં આવ્યું.
સાંદરણા ગામે રહેતા ખેડૂત કીર્તિભાઈ પટેલ ના કૂવાની ઓરડીમાં રાત્રીના સમયે આશરે 9 ફુટ લાંબો એક અજગર આવી ચડતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.જે અંગેની કરજણ વન વિભાગને જાણ કરાઇ હતી.જે બાદ કરજણ RFO દ્વારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને કરી હતી.જેની જાણ થતાં જ અશોકભાઈ પટેલ તાત્કાલિક ચાલુ વરસાદે સાંદરણા ગામે પહોંચી ખેડૂત કીર્તિભાઈ પટેલના કૂવાની ઓરડીમાં આવી ચડેલા અજગરને રેસ્ક્યું કરી તેને આજે સવારે વન વિભાગને સુપરત કરાયો હતો