કરજણ: કરજણ તાલુકા સેવાસદન કચેરી છેલ્લા એક માસથી ઇન્ચાર્જ મામલતદારના ભરોશે ચાલતી હોય અરજદારો ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યાં.
કરજણ તાલુકાના કુલ 99 ગામોમાં આવેલા છે.આ તમામ ગામોના લોકો રોજેરોજ કચેરીના કામકાજ અર્થે આવતાં હોય છે.પરંતુ કરજણ તાલુકા સેવાસદન કચેરીમાં ફરજ બજાવતા મામલતદાર ની બદલી થતાં છેલ્લા એક માસથી શિનોર તાલુકા સેવાસદન ના મામલતદાર પાસે ચાર્જ છે.પરંતુ શિનોર મામલતદાર પાસે બે તાલુકાનો ચાર્જ તેમજ અવાર નવાર યોજાતી મીટીંગોમાં જવાનું થતું હોવાથી શિનોર મામલતદાર કરજણ તાલુકા સેવાસદન કચેરીમાં પૂરતો સમય ફાળવી શકતા નથી.જેને લઇને અરજદારો ધરમના ધક્કા ખાવા મજબુર બન્યાં છે.