કરજણ: જૂની જીથરડી ગામે ફાર્મ હાઉસમાં આવી ચડેલા સાપનું ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યું કરી સુરક્ષિત જગ્યાએ છોડી મુક્ત કરાયો.
જૂની જીથરડી ગામે મેહુલ પટેલનું ફાર્મ હાઉસ આવેલું છે.આ ફાર્મ હાઉસમાં આજે બપોરે 12 કલાકે એક સાપ આવી ચડતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.જે અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને કરાતાં તેઓ તાત્કાલિક જૂની જીથરડી ગામે પહોંચી મેહુલ પટેલના ફાર્મ હાઉસમાં આવી ચડેલા સાપને ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યું કરી તેને વન વિભાગના નિર્દેશ અનુસાર સુરક્ષિત જગ્યાએ છોડી મુક્ત કરાયો હતો.