કરજણ: મિયાંગામ ખાતે આવેલ શ્રી મનસુખરામ મંદિર ના શિખર પર આકાશ વીજળી પડતાં મંદિરને નુકશાન થવા પામ્યું.
આજે કરજણ પંથકમાં આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું.વીજળી ના ચમકારા સાથે જાણે કે ધોધમાર વરસાદ વરસશે તેવું જબરદસ્ત વાતાવરણ બની ગયું હતું.જો કે વરસાદ વરસ્યો ન હતો.પરંતુ આકાશમાં વીજળી ના કડાકા સભરાઈ રહ્યા હતા.આ દરમિયાન બપોરના સમયે મિયાંગામ ખાતે આવેલ શ્રી મનસુખરામ મંદિરના શિખર પર આકાશી વીજળી પડી હતી.જેમાં મંદિર ના મેન ગુમટ શિખર ના ભાગે નુકશાન થવા પામ્યું હતું.