ગારિયાધાર: ગારિયાધાર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી હાહાકાર મચાવતી દિપડી પાજરે પૂરાણી
ગારિયાધાર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી હાહાકાર મચાવતી અને ખેડૂતોના કાળજા કંપાવતી એક ખૂંખાર દીપડી આખરે વનવિભાગના પાંજરે પુરાઈ ગઈ છે. આ દીપડીના સતત આંટાફેરા અને દહેશતના કારણે વાડી વિસ્તારમાં જીવના જોખમે કામ કરતા ખેડૂતો અને ગ્રામજનોની ઊંઘ હરામ થઈ ગઈ હતી, પરંતુ વનવિભાગની ટીમે રાત્રિના સમયે ખતરનાક ઓપરેશન પાર પાડીને આ આફતને હંમેશ માટે જેલભેગી કરી દીધી છે. મળતી વિગતો મુજબ, ગારિયાધારના રતનવાવ ગામ નજીક આવેલી અશોકભાઈ માંગુકિયાની વાડીમાં આ દીપડીએ અડિંગો જમાવ