સિહોર: શિહોરના ખાંભા ગામે રાત્રિના સમયે ધાર્મિક કાર્યક્રમ બાદ ભોજન સમારંભ પછી ફૂડ પોઈઝનની ઘટના સામે આવી
સિહોર ખાંભા ગામે ગઈકાલે યોજાયો ધાર્મિક કાર્યક્રમ જેની અંદર આ કાર્યક્રમમાં પ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલું જોકે મોડી રાત્રિના સમયે કાર્યક્રમ બાદ પ્રસાદનું જે આયોજન હતું તેમાં મોટી સંખ્યાની અંદર લોકોને ફૂડ પોઈઝનની ઘટના સામે આવી હતી રાત્રિના સમયે સિહોરની સરકારી હોસ્પિટલો અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સિલસિલો આજ સુધી પણ ચાલુ રહ્યો હતો જે બપોર સુધી લગભગ 200 જેટલા લોકોને સારવાર કરવામાં આવી હતી