ખંભાત: ખંભાતના લાલ દરવાજા સર્કલ પાસે ટ્રાફિક નિયમનના અભાવે ભારે ચક્કાજામ
ખંભાતના હાર્દસમા લાલ દરવાજા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વિકટ બની રહી છે, જેના કારણે સ્થાનિકો, વિદ્યાર્થીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ખંભાતથી અમદાવાદને જોડતા આ મુખ્ય માર્ગ પર આજે બપોરેના સુમારે ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.સર્જાયેલા ચક્કાજામને લીધે લાલ દરવાજાથી લઈને પ્રેસ રોડ અને એપીએમસી સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.