ખંભાત: ખંભાત ગ્રામ્ય પોલીસે ચેક રિટર્ન કેસમાં બે વર્ષથી ફરાર સજા પામેલ આરોપીને ઝડપ્યો.
પેટલાદ કોર્ટે ખંભાતના ખડોધી ખાતે રહેતા આરોપી ફુલાભાઈ છગનભાઈ ચૌહાણને એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો સજાનું વોરંટ નીકળ્યા બાદથી આરોપી પોલીસને થાપ આપી છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો હતો.ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મુકેશકુમાર બહાદુરસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકસિંહ રેવતુભાએ આરોપીને બાતમીને આધારે ઝડપી પાડ્યો છે.આરોપીની ધરપકડ બાદ તેને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.