ખંભાત: રાલેજના ખડાણા સીમ વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ, બે ફરાર
ખંભાત ગ્રામ્ય પોલીસે રાલજના ખડાણા સીમ વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની દારૂની કુલ 376 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 37,600 અંદાજવામાં આવી છે.પોલીસે આ સ્થળેથી કુલ રૂ. 40,600/-ના મુદામાલ સાથે કનુભાઈ ફતાભાઈ પરમાર નામના શખ્સને ઝડપી લીધો છે.