ગાંધીધામ: બી ડિવિઝન પોલીસે લૂંટના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા
એક ટ્રક ચાલક અને તેના સાથી પર ગાંધીધામના ગળપાદર રોડ વિસ્તારમાં રાત્રિના સમયે મોટરસાયકલ પર આવેલા શખ્સોએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ 2,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ હાથ ધરવામાં આવી હતી.હ્યુમન સોર્સ તથા ટેક્નિકલ તપાસના આધારે ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ અક૨મ સિધિક બુટા અને અજીત ઉર્ફ નનકો જંગબહાદુર શુકલાને ઝડપી પાડી તેમની પૂછપરછ કરતા ગુનાની કબૂલાત મેળવી હતી.