કરજણ: કરજણ આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપૂરમ વાયરસને પગલે કરજણ તાલુકામાં સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી
ચાંદીપૂરમ વાયરસ ને પગલે કરજણ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે.ચાંદીપૂરમ વાયરસ ની ગંભીરતા ને સમજીને કરજણ આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેમાં અલગ અલગ આરોગ્ય ની ટીમો બનાવી કરજણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં કરજણ આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ જોડાયા હતા.