અંજાર: હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા અંજાર વિધાનસભા કાર્યાલય ખાતે અંજાર તાલુકા ભાજપની બેઠક યોજાઈ
Anjar, Kutch | Aug 7, 2026 અંજાર વિધાનસભા કાર્યાલય ખાતે અંજાર તાલુકા ભાજપની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી તથા અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા અંગે ચર્ચા કરી, દરેક ઘર સુધી તિરંગો પહોંચે અને વધુમાં વધુ નાગરિકો રાષ્ટ્રપ્રેમની આ પહેલમાં જોડાય તે માટે કાર્યકરોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.