અંજાર: પો.સ્ટે.માં દાખલ થયેલ છેતરપીંડીનાં ગુના કામે નાસતા ફરતા આરોપીને LCB પોલીસે ઝડપ્યો
Anjar, Kutch | Apr 8, 2026 "Mission Fugitive" અંતર્ગત એલ.સી.બી.ની ટીમે છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાની આગેવાનીમાં મળેલી બાતમીના આધારે અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આરોપી અસ્લમ હાજી શેખ (ઉ.વ. 23)ને ઝડપી લેવાયો હતો. પકડાયેલ આરોપી વિરુદ્ધ બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરી અંજાર પોલીસને સોંપવામાં આવ્યો છે.