ખંભાત: કંસારી ગામમાં ઝેરી કેમિકલયુક્ત પાણીથી અસંખ્ય માછલીઓના મોત પગલે SOG અને GPCB એ તપાસ શરૂ કરી
ખંભાતના કંસારી ગામના તળાવમાં ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા અસંખ્ય માછલીઓના મોત નીપજ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ગંભીર મામલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મામલો પ્રકાશમાં આવતા જ SOG પોલીસ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની ટીમે તપાસ શરૂ કરી છે.તળાવમાં મૃત માછલીઓને કારણે ભયાનક દુર્ગંધ ફેલાય નહીં તે હેતુસર ગ્રામ પંચાયત દ્વારા જેસીબી મશીન મંગાવી જમીનમાં ખાડા ખોદી મૃત માછલીઓના નિકાલની કામગીરી કરવામાં આવી હતી.