ખંભાત: રાલેજ ગામની દીકરીએ પ્રદેશ કક્ષાની રમતગમત સ્પર્ધામાં મેદાન માર્યું, 3 ગોલ્ડ મેડલ જીતી નેશનલ રમવા કેરળ જશે.
Khambhat, Anand | Jul 11, 2026 ખંભાતના રાલેજ ગામની દીકરી અને ઓએનજીસી (ONGC) કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ-9માં અભ્યાસ કરતી યશવી જયંતિભાઈ પરમારે રમતગમતના ક્ષેત્રમાં ખંભાત અને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. ગાંધીનગર ખાતે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) દ્વારા આયોજિત પ્રાદેશિક રમતગમત સ્પર્ધામાં યશવીએ શાનદાર પ્રદર્શન કરતા ત્રણ સુવર્ણચંદ્રક (ગોલ્ડ મેડલ) પોતાના નામે કર્યા છે.યશવીની હવે નેશનલ કક્ષાની રમતગમત સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે. તે હવે સપ્ટેમ્બર મહિનામાં કેરળ ખાતે જશે.