કાલોલ: દેવપુરા ગામે દૂધ સહકારી મંડળીમાં વાર્ષિક સાધારણ સભા બાબતે બબાલ,પોલીસ આવતાં મામલો શાંત,સ્થાનિક યુવકે આપી પ્રતિક્રિયા
આજરોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ કાલોલ તાલુકાના દેવપુરા ગામે આવેલ દૂધ સહકાર મંડળીની વાર્ષિક સાધારણ સભા છેલ્લા દસ વર્ષથી ન થઈ હોવાની મીટીંગમાં રજુઆત કરવામાં આવી હતી. જેને લઇ આંતરિક બબાલ પણ થઈ હતી. ત્યારબાદ પરમાર કિશનકુમાર ના જણાવ્યા મુજબ પોલીસ આવતાં મામલો થાળે પડ્યો હતો. પરંતુ ત્યારબાદ પણ સાંજે ચેરમેન સહિત અન્ય લોકોએ બબાલ સાથે મારામારી કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે.