ગુજરાતની સરકારી શાળાઓમાં બહારની વ્યક્તિઓના પ્રવેશ માટે લેખિત મંજૂરી ફરજિયાત કરવામાં આવી છે. શાળામાં આવતા દરેક મુલાકાતીએ વિઝિટર રજિસ્ટરમાં પોતાની વિગતો નોંધાવવી પડશે. મંજૂરી વિના વિદ્યાર્થીઓના ફોટા, વીડિયો, ઇન્ટરવ્યૂ કે લાઇવ સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકાયો છે. વર્ગખંડ, લાઇબ્રેરી સહિતના વિસ્તારોમાં અધિકૃત વ્યક્તિની સાથે જ પ્રવેશ મળશે. વિદ્યાર્થીઓની સુરક્ષા, ગોપનીયતા અને ગરિમા જાળવવા શિક્ષણ વિભાગે આ સૂચના આપી છે. નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે અને શાળાના આચાર્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રવેશ નકારવાનો અધિકાર ધરાવે છે.
गुजरात के सरकारी स्कूलों में बाहरी व्यक्तियों के प्रवेश के लिए लिखित अनुमति अनिवार्य कर दी गई है। स्कूल में आने वाले हर व्यक्ति को विज़िटर रजिस्टर में अपनी जानकारी दर्ज करनी होगी। अनुमति के बिना विद्यार्थियों की तस्वीरें, वीडियो, इंटरव्यू या लाइव स्ट्रीमिंग पर प्रतिबंध लगाया गया है।
Udhna, Surat | Oct 22, 2026