સુરતના ઈચ્છાપોરમાં ટ્રક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો
દિવસ દરમિયાન રેકી, રાત્રે તક મળતાં ટ્રકની ચોરી
ચોરી કરેલા ટ્રકને અવાવરુ જગ્યાએ લઈ જઈ ખોટી નંબર પ્લેટ લગાવતા હોવાનો ખુલાસો
ઓક્સિજન-ગેસ કટરથી ટ્રક કાપી તેના પાર્ટ્સ ભંગારમાં વેચતા હોવાનો આરોપ
ઈચ્છાપોર પોલીસે ચાર દિવસના CCTV ફૂટેજ અને ટેકનિકલ તપાસ બાદ આરોપીઓને ઝડપી પાડ્યા
પલસાણાના દસ્તાન ગામ નજીક પોલીસની વોચ દરમિયાન બંને આરોપીઓ ઝડપાયા
પોલીસ દ્વારા કુલ ₹15.35 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
ચોરી કરેલી ટ્રકનું કટિંગ કરેલું ભંગાર, ટેમ્પો, કાર, ગેસ કટર અને સિલિન્ડર જપ્ત
ગુનો છુપાવવા ઉપયોગમાં લેવાતી પાંચ અલગ-અલગ નંબર પ્લેટો પણ મળી આવી
મુખ્ય આરોપી મુજ્જમ્મીલ ખાન અને સાથીદાર અઝહર શેખ સામે કાયદેસરની કાર્યવાહી
સુરત શહેર, ગ્રામ્ય વિસ્તાર અને અન્ય જિલ્લાઓમાં થયેલી ટ્રક ચોરીઓની કડી જોડવા પોલીસ તપાસ તેજ
ચોરીના વાહનોના પાર્ટ્સ કયા ભંગાર વેપારીઓને વેચાતા હતા તે દિશામાં પણ તપાસ
#krantisamaynews
#krantisamay #surat
Udhna, Surat | Oct 28, 2026