મુળી ગામે યુવતીઓ અને યુવક પર હુમલો
વલસાડ જિલ્લાના મુળી ગામે જાહેર રોડ પર યુવતીઓ અને તેમની સાથે રહેલા એક યુવક પર હુમલાની ઘટના સામે આવી છે. ગત 16 જૂનની સાંજે બનેલી આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ મુળી ગામે વોટરપાર્ક નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં રહેતી કેટલીક યુવતીઓને આસપાસના કેટલાક યુવાનો દ્વારા લાંબા સમયથી અલગ અલગ રીતે હેરાન પરેશાન કરવામાં આવતી હતી. આ અંગે યુવતીઓએ અગાઉ વલસાડ રૂરલ પોલીસ મથકે અરજી પણ કરી હતી.
જોકે અરજી બાદ પણ હેરાનગતિ બંધ ન થતા આ યુવાનો દ્વારા અવારનવાર પરેશાન કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે. ગત રોજ પરિસ્થિતિ વધુ ઉગ્ર બની હતી અને યુવતીઓ તેમજ તેમની સાથે આવેલા એક યુવક પર લાકડાના ફટકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
ઘટના બાદ સમગ્ર મામલો વલસાડ રૂરલ પોલીસ મથકે પહોંચ્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.
Valsad, Valsad | Jun 17, 2026