ભચાઉ: પોલીસે વિજપાસર ગામે દરોડો પાડી જુગાર રમતા ત્રણ આરોપીઓ ઝડપ્યા
Bhachau, Kutch | Sep 18, 2026 ભચાઉ પોલીસે વિજપાસર ગામે દરોડો પાડી જુગાર રમતા 3 આરોપીઓ કરશનભાઈ નાગજીભાઈ કોલી, અમરાભાઈ ગાંગાભાઈ ચાડ (આહીર) અને રાસુભાઈ જેરામભાઈ કોલીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડા રૂ. 12,550 અને ગંજીપાના મળી કુલ રૂ. 12,550નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.