ભચાઉ: લાકડિયામાં 300 ફૂટ ઊંડા બોરવેલમાંથી મૃત ગલૂડિયાને બહાર કાઢતી ભચાઉ ફાયર ટીમ
Bhachau, Kutch | Oct 18, 2026 ભચાઉ તાલુકાના લાકડિયા ગામે SBI બેંક પાછળ આવેલી ખીરાણી સોસાયટીના ચાલુ બોરવેલમાં ગલૂડિયું પડી ગયાની જાણ 112 મારફતે ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમને કરવામાં આવી હતી. આશરે 300 ફૂટ ઊંડા બોરવેલમાં 100 ફૂટે પાણી હતું. ગલૂડિયું ત્રણ દિવસથી બોરવેલમાં ફસાયેલું હોવાનું જાણવા મળ્યું હતું.જાણ થતાં ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કેમેરાની મદદથી તપાસ કર્યા બાદ મીંદડીની મદદથી આશરે એક કલાકની જહેમત બાદ ગલૂડિયાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.