ભચાઉ: Mission Fugitive અંતર્ગત ચીટિંગના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીને લાકડીયાથી ઝડપી પાડતી LCB
Bhachau, Kutch | Oct 19, 2026 પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના તથા ડીવાયએસપી એ.વી. રાજગોરના સુપરવિઝન હેઠળ LCB પીઆઇ એસ.વી. ગોજિયાની આગેવાનીમાં ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચીટિંગના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી જયદીપસિંહ ઉર્ફે મુન્નો નરેન્દ્રસિંહ જાડેજા (રહે. તા. ભચાઉ)ને LCBએ લાકડિયાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસને સોંપ્યો હતો