અંજાર: મતીયા નગર વિસ્તારમાં આધેડનો આપઘાત ; પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરી
Anjar, Kutch | Apr 30, 2026 અંજાર શહેરના મતિયાનગર વિસ્તારમાં રહેતા આધેડે એસીડ પી લેતા મોત થયું હતું. આ મામલે જાણવા મળતી વિગતો મુજબ 52 વર્ષીય નારાણભાઈ પુનાભાઈ મહેશ્વરીએ એસીડ પી લેતા સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે અંજાર પોલીસે એડી દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.