ગાંધીધામ: LCB પોલીસે બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૯,૫૩,૨૬૪/- નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી ચાર આરોપીઓની અટક કરી
એલસીબીની ટીમે પડાણા ગામ નજીક આવેલી મીની પંજાબ હોટેલના પાર્કિંગમાં બાતમીના આધારે દરોડો પાડી કુલ 5,448 નંગ પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કર્યો છે.આ કેસમાં ટ્રેલર ચાલક હનુમાનરામ જાટ, રવિન્દ્રસિંહ રાઠોડ,હરીરામ જાટ અને ત્રિલોક ગોદારાની અટક કરી કુલ ₹45,16,364નો મુદ્દામાલ જપ્ત કરી દારૂનો જથ્થો મોકલનાર શંભુસિંહ રાઠોડ અને જથ્થો મંગાવનારને પકડવાના બાકી હોવાનું જણાવ્યું છે.