ઉમરાળા: ઉમરાળાના જાગૃત નાગરિકો દ્વારા રોડ પરથી મળેલ કિંમતી બેગ મૂળ માલિકને પરત કરી માનવતા મહેકાવી
આજે તારીખ 30 માર્ચના રોજ વહેલી સવારે ઉમરાળા ધોળા હાઇવે પર એક લાલ કલરનું બેગ મળી આવ્યું હતું. થોડા કલાકો બાદ ઉમરાળા whatsapp ગ્રુપમાંથી માહિતી મળતા બેગ ના સાચા માલિકનું સંપર્ક કરવામાં આવ્યો હતો. બેગ ના માલિક મુંબઈના પટેલ ભાઈની હોવાનું જાણવા મળ્યું હતું, તેઓ પોતાના ફોરવીલ લઈને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ગાડીના કેરિયર ઉપરથી પડી ગઈ હતી , ઉમરાળા ના જાગૃત નાગરિકો અને પોલીસ દ્વારા મૂળ માલિકને શોધી કિંમતી બેગ સુપ્રત કરી માનવતા મહેકાવી હતી.