જાંબુઘોડા: જાંબુઘોડા ના ખાખરીયા ગામ પાસે પુરઝડપે ચાલતા રેતીના ટ્રેક્ટરે બાઇક સવારને અડફેટે લેતા સર્જાયો અક્સ્માત
આજે સોમવારના રોજ જાંબુઘોડાના ખાખરીયા ગામે ભાણપુરા બ્રિજ પાસે થી પસાર થતા રેતીના ટ્રેક્ટર ચાલકે બાઈક ચાલકને જોરદાર ટક્કર મારી હતી બાઈક સવાર રોડ ઉપર ફાંગોડાયો હતો જ્યારે સદનસીબે બાઈક ચાલક ને કોઈ મોટી જાનહાની થઈ ન હતી પરંતુ શરીર ઉપર નાની મોટી ઈજાઓ થતા સ્થાનિકો દ્વારા 108 ને કોલ કરતા બાઈક સવાર ને જાંબુઘોડા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો