આજ રોજ આશરે રાત્રી નાં ત્રણેક વાગ્યા નાં અરસા માં લીંબાયત પોલીસ ટીમ પોલીસ વાન માં પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન એક ઇસમ પોલીસને જોઈ ને નીલગીરી ગ્રાઉન્ડ માં ભાગવા લાગેલ જેથી પોલીસ ટીમ પણ ઉતરી તેની પાછળ દોડેલ જે દરમિયાન સાથેના પોલીસ કર્મચારી અ.પો.કો. અનિલકુમાર અમરસિંહ ઈસમને પકડવા જતાં આ ઇસમે પોતાની કમરમાંથી ચપ્પુ કાઢી અ.પો.કો. અનીલકુમાર અમરસિંહ ને પેટ નાં ભાગે ચપ્પુ મારી દેતા પો.ઈન્સ.ડી.ડી.ચૌહાણે ઉપરોક્ત ઇસમને હુમલો ન કરવા જણાવેલ અને ચપ્પુ ફેંકી દેવા જણાવેલ અને સાથે એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરેલ તેમછતા આરોપી તાબે નહિ થતા અને પો.ઈન્સ.શ્રી ઉપર ફરીથી હુમલો કરવા ની કોશિષ કરતા સ્વ બચ્ચાવ માં પો.ઈન્સ.શ્રી ડી ડી ચૌહાણે સદર ઇસમ નાં પગ નાં ભાગે ફાયરિંગ કરતા સદર ઇસમનાં ડાબા પગ માં ગોળી વાગતા સદર ઇસમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવેલ છે અને ઇજાગ્રસ્ત અ.પો.કો.અનીલકુમાર અમરસિંહ ને ગેલેક્સી હોપિટલ લીંબાયત ખાતે સારવાર અર્થે મોકલી આપેલ છ
Udhna, Surat | Nov 20, 2026