કાલોલ: બસ સ્ટેન્ડમાં મુસાફરોથી ભરેલી એસ.ટી. બસમાં આગ લાગતા મુસાફરો ગભરાઈ બારીમાંથી બહાર નીકળ્યા, સૌનો આબાદ બચાવ
કાલોલ બસ સ્ટેન્ડમાં સોમવારે સવારે વડોદરાથી ફતેપુરા તરફ જઈ રહેલી મુસાફરોથી ભરેલી એસ.ટી. બસમાં અચાનક આગ અને ધુમાડો નીકળતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે બસના ડ્રાઇવરે સમયસૂચકતા દાખવી તાત્કાલિક બસ ઉભી કરી મુસાફરોને બહાર કાઢતાં મોટી દુર્ઘટના ટળી હતી.