મણિનગર: દાણીલીમડામાં બ્રાન્ડના નામે વેંચાતા ડુપ્લીકેટ સામાનનો પર્દાફાશ
દાણીલીમડા વિસ્તારમાં LCB ઝોન-૬ એ બ્રાન્ડેડ PUMA કંપનીના નામે નકલી વસ્તુઓ વેચતી ત્રણ દુકાનો પર દરોડા પાડ્યા હતા. બોમ્બે ફૂટવેર, અલફલા ફૂટવેર અને ક્રાઉન ગાર્મેન્ટ્સમાંથી રૂ. ૫,૦૮,૫૦૦ ની કિંમતનો ૪૭૬ નંગ ડુપ્લીકેટ માલ જપ્ત કરી પોલીસે ત્રણ વેપારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.