લીંબડી: લીંબડી હાઇવે પર સ્કોર્પિયો કારમાં આવેલા 3 લોકો એ જુનાગઢ જતી ફોર્ચ્યુનર થોભાવી કાર ચાલક ને માર મારી કારની લુંટ ચલાવી ફરાર
જુનાગઢ ના ગડુ ગામના કરશનભાઇ આહિર તેમના જમાઇ ની ફોર્ચ્યુનર કાર લઇ જુનાગઢ તરફ જઇ રહ્યા હતા. ત્યારે લીંબડી હાઇવે પર ગુજરાત ગેસ સ્ટેશન પાસે પાછળ આવતી સ્કોર્પિયો કારમાં આવેલા પ્રવિણદાન ગઢવી તથા અન્ય ત્રણ શખ્સો એ ફોર્ચ્યુનર કાર થોભાવી કરશનભાઇ ને કારમાં થી બહાર કાઢી માર મારી ફોર્ચ્યુનર કારની લુંટ ચલાવી ફરાર થઈ ગયા અંગે કરશનભાઇ આહિરે લીંબડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે