અંજાર: નવા શૈક્ષણિક સત્રને લઈ અંજાર આરટીઓની સ્કૂલ વાહનો પર વિશેષ ચેકિંગ ડ્રાઈવ
Anjar, Kutch | Jun 20, 2026 નવા શૈક્ષણિક સત્રની શરૂઆતને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા અંજાર આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલ વાહનોની વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.આ ડ્રાઈવ દરમિયાન આજ સુધી સ્કૂલ બસો તથા અન્ય શૈક્ષણિક વાહનોમાં જરૂરી દસ્તાવેજો, ફિટનેસ, પરમિટ, વીમા, સ્પીડ ગવર્નર, ફાયર સેફ્ટી સહિતના નિયમોની ચકાસણી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન વિવિધ નિયમભંગ બદલ કુલ 70 કેસ નોંધવામાં આવ્યા હતા તેમજ રૂ. 3,11,000ની પેન્ડિંગ રિકવરી કરવામાં આવી હતી.