સિહોર: રાજપરા ખોડીયાર ગામે હોટલ માલિકને જાનથી મારી નાખવાની ધમકી જૂની અદાવત રાખી
રાજપરા ( ખો) ગામે હોટલના માલિકને મારમારી જાનથી મારી નાખવાની ધમકીસિહોર તાલુકાના રાજપરા ખોડિયાર ગામે રહેતા અને હોટેલનો વ્યવસાય ધરાવતા એક યુવાનને રસ્તામાં આંતરી જુની અદાવત રાખીને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.એક વર્ષ પહેલા જમવાના પાર્સલ બાબતે માથાકુટ થઇ હોય જેની દાઝ રાખી તેઓ મોટરસાયકલ લઈને ઘરેથી હોટલે જતા હતા ત્યારે કાર લઈને પાછળ આવી આગળ કરીને મો.સા. ઉભી રખાવી તેઓને ગાળો આપી લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.