ગાંધીધામ: આદિપુર વિસ્તારમાં થયેલ લુંટના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી આદીપુર પોલીસ
ગાંધીધામમાં પ્લાયવૂડનો વ્યવસાય કરતા શનિ ગુપ્તાને લિફ્ટ માંગવાના બહાને ટ્રેપ કરી લૂંટ ચલાવનાર આરોપી કાસમ ચાવડાને આદિપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો છે. 19મી એપ્રિલે એક અજાણી સ્ત્રીની મદદથી વેપારીને જુમા પીર ફાટક પાસે બોલાવી, છરી બતાવી 2.30 લાખની સોનાની ચેઈન અને 15 હજાર રોકડાની લૂંટ કરવામાં આવી હતી. આદિપુર પોલીસે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કિડાણાના 37 વર્ષીય કાસમ ઉર્ફે કાશુડો ઇસ્માઇલ ચાવડાને ઝડપી લીધો છે.