સિહોર: શિહોર-ટાણા રોડના ફાયરીંગ બટ વિસ્તારમાં ૩૭ દિવસ માટે માનવ અને પશુઓના પ્રવેશ પર પ્રતિબંધ_
શિહોર ગામની સર્વે નં. ૨૮૨ ની શિહોર-ટાણા રોડની દક્ષિણ બાજએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ પોલીસ તંત્ર દ્વારા ફાયરીંગ બટ માટે થાય છે. જે સંદર્ભે ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા તે સ્થળ તથા તેની પેરીફેરીથી આજુબાજુનાં ૧૦૦મીટરસુધીનાવિસ્તારમાંતા.૦૬/૦૬/૨૦૨૬ થી તા.૧૨/૦૭/૨૦૨૬ સુધી દિન-૩૭ માટે કોઈ પણ શખ્શે જવું નહીં તેમજ ઢોરોને તે વિસ્તારમાં ચરાવવા નહીં અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું