આણંદ: ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદ ખાતે ટ્રોમા અને ઈમર્જન્સી કેર પર રાષ્ટ્રિય નર્સિંગ કોન્ફરન્સ યોજાઈ
Anand, Anand | Mar 14, 2026 ભાઈકાકા યુનિવર્સિટીના, ઈન્સ્ટિટ્યૂટ ઓફ નર્સીંગ સાયન્સિંસ અને શ્રી જી.એચ. પટેલ સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજના એડલ્ટ હેલ્થ નર્સિંગ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તા.11 અને 12 માર્ચના રોજ રાષ્ટ્રીય કક્ષાની નર્સિંગ કોન્ફરન્સ “ટ્રોમા અને ઈમર્જન્સી કેરમાં નવીનતા અને આંતરવિષયક અભ્યાસ”પર કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં નર્સીંગ ફેકલ્ટી, નર્સિંગના વિદ્યાર્થીઓ,ઈમર્જન્સી અને ટ્રોમા કેર પ્રોફેશનલ્સ, એલાઈડ હેલ્થ પ્રોફેશનલ્સ, રિસર્ચર અને એકેડેમિશયને ભાગ લીધો