ખંભાત: ખંભાતના જલસણ ગામમાં રહેતી 19 વર્ષીય યુવતી લાપતા થઇ, પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી.
ખંભાતના જલસણ ગામના રામદાસની ખડકીમાં રહેતી અને 19 વર્ષની ઉંમર ધરાવતી હિમાબેન ભાવેશભાઈ પટેલ ગત 6ઠીના રોજ કોઈને પણ કાંઈપણ કહ્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી.અને તેણી કોઈ કારણોસર ક્યાંક લાપતા થઇ જવા પામી હતી.જેથી પરિવારજનોએ આસપાસ તેમજ સગાવ્હાલાઓને ત્યાં શોધખોળ કરી હતી. પરંતુ યુવતીનો કોઈ અતો પતો લાગ્યો ન હતો.આખરે પરિવારજનોએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે પરિવારની ફરિયાદના આધારે જાણવાજોગનો નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે.