GTA 6 બનાવવામાં કેટલો ખર્ચ થયો? Rockstar એ સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી, પણ વિશ્લેષકોના અંદાજ મુજબ 1 થી 1.5 અબજ ડોલર, એટલે કે આશરે ₹9,300 થી ₹14,000 કરોડ, જે લગભગ દુબઈના બુર્જ ખલીફાના બાંધકામ ખર્ચ જેટલો છે. માર્કેટિંગ સાથે આ આંકડો 2 અબજ ડોલર (આશરે ₹18,700 કરોડ) સુધી પહોંચે છે. 13 વર્ષની રાહ પછી Grand Theft Auto VI ભારતમાં 19 નવેમ્બરે રાત્રે 12 વાગ્યે PlayStation 5 અને Xbox Series X|S પર લોન્ચ થાય છે. PlayStation Store પર Standard Edition ₹5,999 અને Ultimate Edition ₹7,499 છે. ગેમ પહેલેથી પ્રી-લોડ કરી શકાય છે, પણ રમી શકાશે લોન્ચ પછી જ. દુનિયાભરના ગેમર્સ મધરાતની રાહ જોઈ રહ્યા છે, અને અંદાજ મુજબ પ્રી-ઓર્ડરમાં જ 1.1 અબજ ડોલરથી વધુની કમાણી થઈ ચૂકી છે, જે ઇતિહાસનો સૌથી મોટો ગેમ લોન્ચ બની શકે છે. આજે રાત્રે કોણ કોણ રમવાનું છે? કોમેન્ટમાં જણાવો અને તમારા ગેમર મિત્રને ટૅગ કરો. iamcity app ડાઉનલોડ કરો, iPhone અને Android: www.iamsuratcity.com/app #gta6 #gtavi #grandtheftauto #rockstargames #ps5 #xbox #gaming #gamingindia #worldnews #iamsuratcitynews #iamsuratcity
Udhna, Surat | Nov 18, 2026