અંજાર: આરટીઓ કચેરી દ્વારા ગોલ્ડન-સિલ્વર પસંદગીના નંબરનું રી-ઓક્શન જાહેર
Anjar, Kutch | Aug 6, 2026 આરટીઓ કચેરી, અંજાર દ્વારા ટુ-વ્હીલર, એલએમવી કાર, થ્રી-વ્હીલર તથા ટ્રાન્સપોર્ટ (HGV) વાહનો માટે અગાઉ બાકી રહેલા ગોલ્ડન અને સિલ્વર સહિતના પસંદગીના નંબરનું રી-ઓક્શન જાહેર કરવામાં આવ્યું છે.ઓનલાઈન અરજી 14 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 4 વાગ્યાથી શરૂ થશે અને 16 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 4 વાગ્યા સુધી સ્વીકારાશે. ઇ-ઓક્શન 16 ઓગસ્ટથી શરૂ થઈ 18 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 4 વાગ્યે પૂર્ણ થશે.