ખેડૂતો બાબતે સરકારની નીતિ પર પાલ આંબલિયા એ સવાલ ઉઠાવ્યા :- સરકાર ડાબા હાથે આપે ને જમણા હાથે પરત લઈ લ્યે છે...
સરકારે દુષ્કાળગ્રસ્ત ચાર જિલ્લામાં ખેડૂતોને 17000 આપવાની જાહેરાત કરી તો 14450 પરત લેવા માટે મેસેજ આવવા લાગ્યા.મીની ટ્રેકટર થર્ડ પાર્ટી વીમો 8650 + PUC 300 માટે મેસેજ આવવા લાગ્યા. મીની ટ્રેકટર ખેડૂતો માત્ર વાવણી કરવા માટે જ વાપરે છે.
ટ્રેક્ટર ટ્રોલી પાર્સિંગ + વીમો 5500 માટે મેસેજ આવવા લાગ્યા..ટ્રેકટરનો તો ખેડૂતો વીમો + પાર્સિંગ કરાવે જ છે તો ટ્રોલીમાં શા માટે ???
મીની ટ્રેક્ટર + ટ્રેક્ટર ટ્રોલીના 14450 રૂપિયા વસૂલી માટે ખેડૂતોને મેસેજ આવે છે.
દુષ્કાળગ્રસ્તમાં 17000 આપી આખા ગુજરાતના ખેડૂતો પાસેથી 14450 રૂપિયાની વસૂલી ચાલુ કરી દીધી.
આને કહેવાય ડાબા હાથે આપવું અને જમણા હાથે પરત લઇ લેવું*