વલ્લભીપુર: તાલુકામાં થતી પશુ ચોરી અટકાવવા dysp મિહિર બારીયા તેમજ ઇન્ચાર્જ પી.આઇ દ્વારા સઘન વાહન ચેકીંગ
ગત 3 જૂન રાત્રીના 12 કલાકે વલ્લભીપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા પશુ ચોરીના બનાવોને રોકવા માટે પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે. વલ્લભીપુર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા તેમજ પશુચોરોને જેલભેગા કરવા માટે નાયબ પોલીસ અધિક્ષક (DYSP) મિહિર બારીયા ખુદ એક્શન મોડમાં આવ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ વલ્લભીપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન સઘન કોમ્બિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.