ગારિયાધાર: ગારિયાધારમાં જૂની અદાવતનો ખાર રાખી નવાગામ રોડે મારામારી, બે વ્યક્તિ ઘાયલ
ગારિયાધારમાં જૂની અદાવતનો ખાર રાખી નવાગામ રોડે મારામારી, બે વ્યક્તિ ઘાયલ ગારિયાધાર શહેરમાં જૂની અદાવતનો ખાર રાખીને નવાગામ રોડ વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, જૂના મનદુઃખને લઈને બે પક્ષ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને મારામારી થઈ હતી. મારામારીની આ ઘટનામાં બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી