છડી નોમ યાત્રામા એક નાનો બાળક ધાર્મિક પરંપરા અને શ્રદ્ધા સાથે છડી યાત્રામાં જોડાયા
સુરત શહેરમાં વાલ્મિકી સમાજ દ્વારા છડી નોમના પાવન પર્વ નિમિત્તે ભવ્ય અને કલાત્મક છડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ડી.કે.એમ., હરીપુરા, કાસકીવાડ અને દિલ્હી ગેટ સહિતના વિસ્તારોમાંથી નીકળનારી આ યાત્રામાં નાની-મોટી મળી આશરે 13 છડી તેમજ ભોઈ સમાજની 2 છડી, એમ કુલ 15 જેટલી છડી જોડાશે.
4 તમામ છડી યાત્રાઓ દિલ્હી ગેટ ખાતે આવેલા ગોગા મહારાજના મંદિર ખાતે પહોંચશે, જ્યાં ધાર્મિક પરંપરા અને શ્રદ્ધા સાથે છડીનું આગમન કવામાં આવશે.
છડી નોમ પર્વે ભક્તિ, પરંપરા અને એકતાનો અનોખો સંગમ જોવા મળશે.
Udhna, Surat | Sep 6, 2026