કાલોલ: હાઉસિંગ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવની પુર્વતૈયારીઓ માટે ગરબા ગ્રાઉન્ડોને આખરી ઓપ, આયોજકોએ આપી પ્રતિક્રિયા
કાલોલ પંથકમાં રવિવાર ના રોજથી પ્રારંભ થતાં નવરાત્રી મહોત્સવને ઉજવવા માટે ગરબે ઘૂમવા આતુર ખેલૈયાઓ થનગની રહ્યા છે જેને માટે નગરમાં પરંપરાગત ગરબા રમવા માટેના ગરબા ગ્રાઉન્ડ અને શેરી ગરબાના આયોજકોએ રવિવાર સુધીમાં ગરબા ગ્રાઉન્ડને અનુરૂપ માંડવડી સાથે લાઈટ, ડેકોરેશન, વાદ્યવૃન્દ અને સાઉન્ડ સિસ્ટમથી તમામ પુર્વતૈયારીઓનો આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.