ગાંધીધામ: મહેશ્વરીનગરમાં ક્રાઇમ-2ની બોડર રેન્જ ભુજની કાર્યવાહી: ₹2.27 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડ્યો
બોડર રેન્જ ભુજ ની પોલીસ ટીમે તા. 4 ઓગસ્ટ, 2026ના રોજ વહેલી સવારે મહેશ્વરીનગર ખાતે વિનોદ બુદ્ધાભાઈ ફફલના રહેણાંક મકાન તેમજ બાજુના ખુલ્લા પ્લોટમાં દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો, ક્વાર્ટરો અને બીયરના ટીન મળી કુલ 1,404 નંગ, કિંમત ₹2,72,232નો પ્રોહી મુદ્દામાલ તથા ગુનામાં વપરાયેલ 30,000 કિંમતનું મોટરસાયકલ પણ કબજે કરવામાં આવ્યું હતું.