અંજાર: દુધઈ પો.સ્ટે વિસ્તારમાં દાખલ થયેલ વિદેશી દારૂના જથ્થાના કેશમાં સંડોવાયેલ નવ આરોપીઓની ધરપકડ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
Anjar, Kutch | Jun 17, 2026 ગઈ તા-૧૩/૦૬/૨૬ ના રોજ દુધઈ પો.સ્ટે વિસ્તારમાંથી એલ.સી.બી દ્રારા પ્રોહીબીશનનો રૂ.૭૯,૫૨,૪૦૦/- કેશ શોધી કાઢી દુધઈ પો.સ્ટે.મા પ્રોહી એક્ટ મુજબનો ગુનો દાખલ કરાવેલ હતો.જે ગુનાની તપાસ એલ.સી.બી દ્રારા ચલાવવામાં આવી રહી હતી અને આ ગુનાના આરોપીઓ ગુનો દાખલ થતા નાસતા ફરતા હતા જેથી પોલીસ ઇન્સપેક્ટર જે.એમ.વાળા એલ.સી.બી.ની આગેવાનીમાં એલ.સી.બીની અલગ-અલગ ટીમો બનાવી નવ આરોપીઓને ઝડપી લીધા છે.