લિંબડીના એક સરકારી હોસ્પિટલમાં રાત્રિના સમયે ફરજ પર તૈનાત નર્સ અને કર્મચારીઓ સાથે બોલાચાલી કરી અભદ્ર વર્તન કરનાર વ્યક્તિ સામે પોલીસે કાર્યવાહી કરી છે.
મળતી માહિતી મુજબ, સરકારી હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન ફરજ બજાવી રહેલી નર્સ સાથે એક વ્યક્તિનો ઝઘડો થયો હતો. આ દરમિયાન આરોપ છે કે વ્યક્તિએ નર્સ સાથે ગેરવર્તન કરી તેને થપ્પડ મારી હતી. ઘટનાને પગલે હોસ્પિટલના કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
Udhna, Surat | Aug 19, 2026