સુરતના ડીંડોલી વિસ્તારમાં મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ડીંડોલી પોલીસ મથકના ગેટની બહાર બે વાહનો સામસામે અથડાયા બાદ છૂટાહાથની મારામારી થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાહન અથડાયા બાદ બંને પક્ષો વચ્ચે બોલાચાલી ઉગ્ર બનતા મારામારી થઈ હોવાની ચર્ચા છે. જોકે, ઝઘડો કયા કારણોસર શરૂ થયો તે અંગે હજુ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. વાયરલ વીડિયોને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે. ઘટનાને લઈને ડીંડોલી પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવાનું રહેશે.
Udhna, Surat | Aug 19, 2026